Posted by Jitendra Chaudhary
વ્યક્તિની ઉક્તિ અને સુત્રો - 1
- "ચલો દિલ્લી" – સુભાષચંદ્ર બોઝ
- "દીવાને ઝળહળતો રાખવા તેમાં તેલ નાખતા રહેવું પડે છે." – મધર ટેરેસા
- "દરેક બાળક એવો સંદેશો લઇને આવે છે કે ભગવાન હજુ માણસથી નિરાશ નથી થયા." – રવીન્દ્રનાથ ટાગોર
- "હું ફકત મારા અંતરાત્માને ખુશ રાખવા માંગું છું કે જે ભગવાન છે." – મહાત્મા ગાંધી
- "જાહેર જીવન સાથે સંકળાયેલા લોકોની ટીકા એ તો સમાજની જાગૃતિની નિશાનીછે." – જવાહરલાલ નહેરુ
- "જીવન દરમિયાન મારા પ્રશંસકો કરતાં મારા ટીકાકારો પાસેથી મેં વધુ પ્રાપ્ત કર્યું છે." – મહાત્મા ગાંધી
- "મૃત્યુ એ અંત નથી કે અડચણનથી પરંતુ નવા પગથિયાઓની નવી શરૂઆત છે." – ડૉ. રાધાકૃષ્ણન્
- "માણસના વિકાસ માટે જીવન જેટલું જ જરૂરી મૃત્યુ છે." – મહાત્મા ગાંધી
- "મૃત્યુ વિના જીવન સંભવ નથી." – કૃષ્ણચંદ્ર
- "લોકશાહી પ્રત્યે મને ખૂબઆદરભાવ અને પ્રેમભાવ હોવા છતાં હું એ માનવા માટે તૈયાર નથીકે બહુમતી જ હંમેશા સાચી હોય છે." – જવાહરલાલ નહેરુ
- "જયાં ડર નથી, ત્યાં ધર્મ નથી."– મહાત્મા ગાંધી
- "ચાલો આપણે ભગવાનથી ગભરાઇને અને માણસથી ગભરાવાનું બંધ કરીએ." – મહાત્મા ગાંધી
- "ક્ષમા એ સિપાહીનું ઘરેણુંછે." – મહાત્મા ગાંધી
- "જે સ્વતંત્ર છે એ જ બીજાને સ્વતંત્રતા આપી શકે છે." – શ્રી અરવીંદ ઘોષ
- "જયારે આપણાં મન ખાલી હોય છે ત્યારે આપણે વસ્તુઓનોસંગ્રહ કરીએ છીએ." – જે. કૃષ્ણમૂર્તિ
- "જ્ઞાન એકતા તરફ અને અજ્ઞાન ભિન્નતા તરફ લઇ જાય છે." - રામકૃષ્ણ
- "જયારે તમે અનુભવો છો કે તમે કંઇપણ જાણતા નથી ત્યારે તમે શીખવા માટે તૈયાર થાઓ છો." – મધર ટેરેસા
- "દર્શન, ધર્મ અને વિજ્ઞાન એત્રણેના સમાયોગથી જ માનવી પરિપૂર્ણ બને છે." – આચાર્ય રજનીશ
- "આપણા દેશમાં આપણું રાજય" – મદનમોહન માલવિયા
- "ગરીબી હટાવો" – ઇન્દિરા ગાંધી
Comments
Post a Comment