Posted by Jitendra Chaudhary

  • પાષણયુગનો સામાન્ય રીતે શોઅર્થ થાય છે?
         -જે યુગમાં સામાન્ય રીતે પથ્થરનો સર્વક્ષેત્રે ઉપયોગ થયો હોય તે યુગ.
  •  મહેસાણા જીલ્લાના કયા બે સ્થળેથી પ્રાગૈતિહાસિક સમયના અવશેષો મળી આવ્યા છે?
         -કોટ અને પેઢામલી
  •  અમદાવાદમાં આવેલા લોથલની શોધ કોને કરી હતી?
         -શ્રી એસ.આર.રાવે
  •  અમદાવાદમાં આવેલા લોથલને તેની પ્રાચીનતાને કારણે ક્યા પ્રાચીન સ્થળ સાથે સરખાવી શકાય?
         -મોહેં-જો -દડો સાથે
  •  શર્યાતિના પુત્રનું નામ શું હતું?
        -આનર્ત
  •  આનર્તના પુત્ર રૈવતના નામ પરથી ગુજરાતના કયા પર્વતનું નામ રૈવતર્ક પડ્યું હતું?
        -ગિરનાર પર્વતનું
  •  ઈ.સ.14માં સૈકામાં ગુજરાત-સૌરાષ્ટ્ ­રમાં કોની સતા હોવાનુંમનાય છે?
        -યાદવોની સતા
  •  ગુજરાતમાંથી મળેલા ગિરનારના શિલાલેખ કઈ ભાષામાં લખાયેલા છે?
        -બ્રાહ્મીલીપીમાં
  •  ઈ.સ.1822 માં ગિરનારના શિલાલેખાને શોધી કાઢનાર કોણ હતો?
        -જેમ્સ ટોડ
  •  ગુજરાતમાંથી મળેલા શિલાલેખોનું લખાણ ઉકેલનાર (વાંચનાર ) વિદ્વાન-પુરાતત્ ­વવિદ કોણ હતા?
       -જેમ્સ પ્રિન્સ્પ્રે
  •  ગુજરાતમાંથી મળેલા ગિરનારના શિલાલેખોમાં કયા-ક્યા રાજાઓના શિલાલેખોનો સમાવેશ થાય છે?
       -અશોક , સ્કન્દગુપ્ત અને રુદ્રદામાં
  •  ગુજરાતમાં ગિરનારમાંથી મળેલા અશોકના શિલાલેખોમાં કેટલી ભાષાઓનો (આજ્ઞાઓ ) નોકોતરવામાં  આવી છે?
      -14 આજ્ઞાઓ
  •  ગુજરાતમાં ગિરનાર શિલાલેખમાં અશોક માટે વારંવાર પ્રિયદર્શી શબ્દ પ્રયોજાયો છે. આવો બીજો કયો શબ્દ પણ તેમાં અશોક અશોક માટેપ્રયોજાયો છે?
    -દેવાનામપ્રિય
  •  ગુજરાતમાં અશોકના અવસાન પછી અને મૌર્ય સતાના અંત પછી સૌરાષ્ટ્રમાં કઈ સતાનોઉદય થયો?
    -કુષાણ સતાનો
  •  ગુજરાતમાં કુષાણ સતાના અસ્ત પછી સૌરાષ્ટ્રમાં કઈ સતા સ્થપાઈ?
    -ક્ષત્રપ સતા
  •  ક્ષત્રપ વંશી યુવરાજ માટે ક્ષત્રપ શબ્દ વપરાતો હતો.એજ રીતેતેમના મહારાજ માટેકયો શબ્દ વપરાતો   હતો?
         -મહાક્ષત્રપ
  •  દક્ષિણ ભારતના સાતવાહન વંશના કયા રાજવીએ ક્ષત્રિયરાજવી નરપાનને હરાવીને ક્ષત્રિયોની સતાનો  અંત આણ્યો?
         -ગૌતમીપુત્ર -સાતકરણી
  •  ક્ષત્રપ રાજવી નહપાનની રાજધાની ક્યાં આવેલી હતી?
         -ભૃગુકચ્છમાં
  •  જૂનાગઢમાં આવેલું સુદર્શન તળાવ કોને બંધાવ્યું હતું?
         - સ્કંદગુપ્તના સૂબા પુષ્પ્ગુપ્તે
  • ગુપ્ત સામ્રાજ્ય પછી સૌરાષ્ટ્રમાં સેનાપતિ ભટ્ટાર્કેત્યાં કયા વંશનીસતા સ્થાપી?
         -મૈત્રક વંશની
  • સેનાપતિ ભટ્ટાર્કની સ્વતંત્ર રાજધાની કઈ?
          -વલ્લભી
  •  ગુજરાતનું પ્રાચીનતમ નામ શું હતું ?
          -આનર્ત

Comments

Popular posts from this blog

Posted by Jitendra Chaudhary

Science