Posted by Jitendra Chaudhary

વ્યક્તિની ઉક્તિ અને સુત્રો - 2

  • "મારા જેવા અલ્‍પાત્‍માને માપવાસારુ સત્‍યનો ગજ કદી ટૂંકો ન બનો." – મહાત્‍મા ગાંધી
  • "જેહના ભાગ્‍યમાં જે સમે જે લખ્‍યું તેહને તે સમે તેજ પહોંચે." – નરસિંહ મહેતા
  • "બકરીની જેમ સો વર્ષ જીવવા કરતાંએક પળ પણ સિંહની જેમ જીવવું બહેતર છે." – ટીપુ સુલતાન
  • "ઝાડના થડને કાપી નાખો, ડાળાં આપોઆપ તૂટી પડશે." –બાજીરાવ પહેલો
  • "ઊઠો, જાગો અને ધ્‍યેયપ્રાપ્‍તી ­ સુધી મંડયા રહો." – સ્‍વામી વિવેકાનંદ
  • "તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્‍હેં આઝાદી દૂંગા." – સુભાષચંદ્ર બોઝ
  • "સ્‍વરાજ મારો જન્‍મસિદ્ઘ હક છે અને તેના પ્રાપ્‍ત કરીને જ હું જંપીશ." – બાળ ગંગાધર ટિળક
  • "હું માનવી માનવ થાઉ તોય ઘણું." – સુન્‍દરમ્
  • "જયાં જયાં વસે એક ગુજરાતી,ત્‍યાં ત્યાં સદાકાળ ગુજરાત" – ખબરદાર
  • "જય જગત" – વિનોબા ભાવે
  • "કઠોર પરિશ્રમનો કોઇ વિકલ્‍પ નથી." – ઇન્દિરા ગાંધી
  • "મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો." – નરસિંહરાવ દિવેટિયા
  • "સારે જર્હાં સે અચ્‍છા હિંદોસ્‍તા હમારા." – ઇકબાલ
  • "ભાષાને શું વળગે ભૂર જે રણમાં જીતે તે શૂર." – અખો
  • "વૈષ્‍ણવ જન તો તેને કહીએ, જે પીડપરાઇ જાણે રે." – નરસિંહ મહેતા
  • "મેરે તો ગિરિધર ગોપાળ દૂસરો ન કોઇ." – મીરાંબાઇ
  • "એક મૂરખને એવી ટેવ પથ્‍થર એટલા પૂજે દેવ." – અખો
  • "આ વાદ્યને કરુણ ગાન વિશેષ ભાવે." – નરસિંહરાવ દિવેટિયા
  • "છે વૈધવ્‍યે વધુ વિમલતા બહેન સૌભાગ્‍યથી કંઇ." – કલાપી
  • "અસત્‍યો માંહેથી પ્રભુ પરમ સત્‍યે તું લઇ જા." – ન્‍હાનાલાલ
  • "જનનીની જોડ સખી નહીં જડે રે લોલ." – બોટાદકર
  • "મારે મન ઇશ્ર્વર એ સત્‍ય છે અનેસત્‍ય એ જ ઇશ્ર્વર છે." – મહાત્‍મા ગાંધી
  • "રામ રમકડું જડિયું રે રાણાજી મને રામ રમકડું જડિયું." – મીરાંબાઇ
  • "સૌન્‍દર્યો પામતાં પહેલાં સૌન્‍દર્ય બનવું પડે." – કલાપી
  • "કંઇ લાખો નિરાશામાં અમર આશા છુપાઇ છે." – બાળાશંકર
  • "હા, પસ્‍તાવો વિપુલ ઝરણું સ્‍વર્ગથી ઊતર્યું છે." કલાપી
  • "પ્રેમળ જયોતિ તારો દાખવી, મુજ જીવનપંથ ઉજાળ." – નરસિંહરાવ
  • "આરામ હરામ હૈ" – પંડિત જવાહરલાલ નહેરુ
  • "જય જવાન, જય કિસાન" - લાલબહાદુર શાસ્‍ત્રી
  • "જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન" – અટલબિહારી વાજપેયી
  • "સત્‍ય અને અહિસા મારા ભગવાન છે." – મહાત્‍મા ગાંધી

Comments

Popular posts from this blog

Posted by Jitendra Chaudhary

Science