Posted by Jitendra Chaudhary

  • કોના નામે હૈદ્રાબાદમાં નેશનલ પોલિસ એકેડમી છે?
        - સરદાર વલ્લભભાઇ પટેલ
  • ગુજરાતનું કયું શહેર સૌથી વધુ વસતી ધરાવે છે?
         - અમદાવાદ
  • ગુજરાતી ભાષાની કઇ શૈલી માત્ર ન્હાનાલાલ કવિ પૂરતી જ મર્યાદિત રહી?
        - ડોલન શૈલી
  • સૌ પ્રથમ વખત ઇંગ્લિશ ચેનલકયા ગુજરાતી તરવૈયાએ પાર કરી હતી?
       - સુફિયાન શેખ
  • સંસ્કૃત અલંકાર શાસ્ત્રનોસુપ્રસિદ્ધ ગ્રંથ ‘કાવ્ય-મીમાંસા’કઇ લિપિમાં પ્રકાશિત થયો છે?
       - પાંડુલિપિ
  • ગુજરાતમાં આવેલી કઇ મેનેજમેન્ટ સંસ્થા એશિયામાં પ્રથમ ક્રમે આવે છે?
       - આઈ.આઈ.એમ. - એ
  • રંગભૂમિ ઉપર યુગલગીતોની શરૂઆત કોણે કરી?
       - ડાહ્યાભાઇ ધોળશાજી
  • ગુજરાતમાં પ્રથમ રેડિયો સ્ટેશન કોણે શરૂ કરાવ્યું?
       - મહારાજા સયાજીરાવ ગાયકવાડ
  • હિંદી ફિલ્મોના જાણીતા ગુજરાતી અભિનેતા સંજીવકુમારનું મૂળ નામ શું હતું?
        - હરિલાલ જરીવાલા
  • ભારતમાં સૌથી વધુ રકતદાન કયા રાજયમાં થાય છે?
        - ગુજરાત
  • ગુજરાતી વૈજ્ઞાનિક ભારતમાં અવકાશી સંશોધનના પ્રણેતા ગણાય છે?
       - ડૉ. વિક્રમ સારાભાઇ
  • સામવેદની કઈ શાખા આજે ગુજરાતમાં સચવાયેલી છે?
        - કૌથુમિય
  • ગુજરાતના ૨૬માંથી કેટલા જિલ્લાના વનવિસ્તારોમાં દિપડો જોવા મળે છે?
        - ૧૭ જિલ્લાના વનવિસ્તાર
  • ભકત કવિ નરસિંહ મહેતાની કવિતા પરકઈ વિચારધારાનો પ્રભાવ છે?
       - પ્રેમલક્ષણા ભકિત
  • સ્વરાજની લડત માટે રવિશંકર મહારાજે કયુ પુસ્તક ઘરે ઘરે પહોંચતું કર્યું હતું?
        - હિંદ સ્વરાજ
  • ઉડતી ખિસકોલી ગુજરાતના કયા વનવિસ્તારોમાં દેખી શકાય છે?
       - શૂરપાણેશ્વર અને દક્ષિણ-મધ્ય ગુજરાતનાં જંગલો
  • ભારતમાં સૌથી વધુ મીઠું ઉત્પાદન કરતું રાજય કયું?
        - ગુજરાત

Comments

Popular posts from this blog

Posted by Jitendra Chaudhary

Science